Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના પંચાસર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ...

મોરબીના પંચાસર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

મોરબીના પંચાસર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ  દેથરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેના થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘર આંગણે પહોંચ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, ગામે ગામ, ઘર ઘર અને જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગામડું, ગામ અને ખેડૂત તમામને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ બનાવી હતી, એમાં ખૂટતી કડીઓ તેમણે દેશના વડાપ્રધાન બન્યા પછી જોડી. એક દાયકામાં દેશની દશા અને દિશા બદલી ગઈ વિશ્વ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા લાગ્યું છે. ઉપરાંત તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. અને રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારની યોજનાઓથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિષે લોકોની માહિતી આપવામાં આવી હતી. સરકારની વિવિધ યોજના જેવી કે, પી.એમ.ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, ટ્રેક્ટર સહાય મંજૂરી હુકમ, પંપસેટ સબમર્શિબલ વગેરે લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતનું સો ટકા નલ સે જલ તથા ODF plus ગામ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સાથે મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!