Wednesday, November 20, 2024
HomeGujaratવડોદરામાંથી ચોરાયેલ એક્ટિવા ગણતરીની કલાકો સાથે શોધી ઈસમની અટકાયત કરતી પાણીગેટ પોલીસ

વડોદરામાંથી ચોરાયેલ એક્ટિવા ગણતરીની કલાકો સાથે શોધી ઈસમની અટકાયત કરતી પાણીગેટ પોલીસ

ગત તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદીએ પોતાની એક્ટીવા ચોરીની ફરીયાદ દાખલ કરાવેલ હોય જે અંગેની તપાસ કરતા દરમિયાન પાણીગેટ પોલીસ ટીમ દ્વારા સીસીટીવીનાં આધારે ઈસમને ગણતરીની કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગત તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદીએ પોતાની એક્ટીવા ચોરીની ફરીયાદ દાખલ કરાવેલ જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વૃંદાવન ચાર રસ્તાથી ઉમા ચાર રસ્તા તરફ જતા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ સામે આવેલ ગાયત્રી ડેરી આગળ GJ06-FB-9496 નંબરની એક્ટીવા પાર્ક કરી દહી લેવા ગયેલ તે અરસામા તેઓની એક્ટીવા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. જે ગુનો તાત્કાલિક શોધી કાઢવાના હેતુસર વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશ્નર મનોજ નિનામા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ લીના પાટીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “ઇ” ડીવીજન જી.ડી.પલસાણા વડોદરા શહેરે એક્ટીવા ચોરીનો મિલ્કત સબંધી ગુનો શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા. જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એમ.વ્યાસ તથા પી.આઈ. એચ.જે. પટેલની સીધી દોરવણી હેઠળ લો & ઓર્ડર સ્ટાફના માણસો એક્ટીવા ચોરી વાળી જગ્યાએ જઈ જીણવટભરી તપાસ કરતા એક્ટીવા જે જગ્યાએથી ચોરી થયેલ તેથી થોડે જ આગળ સીસીટીવી કેમેરા જણાઈ આવેલ જે કેમેરાની મદદથી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામા આવેલ અને બાતમીદારો રાહે એક્ટીવા ચોરી કરનાર ઈસમની ઓળખ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. જેમા જાણવા મળેલ કે એક્ટીવા ચોરી કરનાર ઈસમ ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઇ વસાવા નાનો છે જે હાલમા મનં-૩ શૈલેષપાર્ક સોસાયટી હરીયાલી હોટલની સામે પરીવાર ચાર રસ્તા પાસે ડભોઇ રોડ પાસે રહે છે. જે માહીતી આધારે ચોરીની એક્ટીવા સાથે ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઇ વસાવાને જડપી પાડવામા સફળતા મળેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!