Monday, January 20, 2025
HomeGujaratહળવદ તાલુકાના ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો

હળવદ તાલુકાના ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો

હળવદ તાલુકાના ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી ચકચાર મચી જવા પામી છે. યુવક અને યુવતીએ રુમ બંધ કરી ગળેફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

છેલ્લા આઠ દિવસમાં હળવદ પંથકમાં પ્રેમી પંખીડાની સજોડે આત્મહત્યાની બીજી ઘટના આવી પ્રકાશમાં આવી છે. ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પેમી યુગલે આપઘાત કરી લીધાની સાહિ હજુ સુકાણી નથી ત્યાં આજે હળવદ તાલુકાના ડુંગરપર ગામે રહેતા રઘુભાઈ રાણાભાઈ ઇન્દરીયા (ઉ.વ.27) અને કાજલબેન જીવણભાઈ વીંઝવાડિયા (ઉ.વ.20 રહે. ઓડ. તા. વાંકાનેર) નામના યુવક અને યુવતીએ રુમ બંધ કરી ગળેફાસો ખાઇ મોત વ્હાલુ કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બન્નેની આત્મહત્યા પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા જાગી છે. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી યુવક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!