દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજ ના દિવસે વિષ્ણુ ભગવાન ના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજ ના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી જિલ્લામાં વસ્તા ભૂદેવો હજારો ની સંખ્યામાં જોડાયા હતા તેમજ બપોરના સમયે શરૂ થયેલ આ શોભાયાત્રા મોડી સાંજ સુધી શહેર ભરમાં ફરી હતી અને અંતે શહેરના નવલખી રોડ ખાતે આવેલ ભગવાન પરશુરામ ધામ ખાતે સર્વે ભૂદેવો મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કરી ને આ જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.