નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીમાં કેજી થી ધોરણ 12 ના વાલી સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવયુગ વિદ્યાલય મોરબી અને નવયુગ શૈક્ષણિક સંકુલના તમામ પેરેન્ટ્સે સહર્ષ ભાગ લીધો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હરહંમેશ વાલીઓના પ્રશ્નોને લઈને ચિંતિત હોય છે.તે અનુસંધાને દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.
સેમિનાર પૂર્ણ થયાં બાદ સર્વે સાથે મળી ને ભોજનનો પણ આનંદ માણે છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય,શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવે છે.
આ સેમિનાર માં સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.