મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોરો નજીક રહેતા મંજુલાબેન વલ્લભભાઇ ચૌહાણ ઉવ.૩૮ એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક મહિલાનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ હેડ કોન્સ. એમ.એલ.બારૈયા દ્વારા ચલાવવામાં આવી છે.