મોરબી: ટંકારાના જબલપુરમાં પરિણીતાએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો.આ બનાવની ટંકારા પોલીસ મથકમાંથી જાણવા મળેલ વિગત મુજબ સુમીતાબેન જયદિપભાઈ ભાલોડીયા (ઊ.વ-૨૪ રહે જબલપુર તા.ટંકારા) વાળીએ ગઈકાલે જબલપુર ગામે પોતાના રહેણાકના મકાનમા કોઈ કારણસર બંધ રૂમ મા ગળો ટુપો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેમાં મૃતક સાસુ સસરા સાથે રહેતી હતી. તેમનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાનું તેમજ સંતાન નથી. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.