વાંકાનેરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. જેની આગળની તપાસ ડી.વાય.એસ.પી. પી. એ. ઝાલાને સોંપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ગાંગીયાવદર ખાતે રહેતા મધુબેન જીતેશભાઇ લામકા નામના પરણિત મહિલાએ કોઇપણ કારણોસર પોતાના ઘરે ગાંગીયાવદર ગામે ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ તેનાં મૃતદેહને પી.એમ. અર્થે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાનું પી.એમ. કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. જે સમગ્ર કેસની તપાસ હાલ આગળની તપાસ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલા દ્વારા કરવામાં આવી રહી છે.