મોરબી તાલુકાના ઘુટુ રોડ ખાતે રહેતી મહિલાના મોબાઇલ નંબર પર ઈસમનાં નંબરથી મિસકોલ થઈ ગયા બાદ મહિલા તથા ઈસમ એકબીજાના પરીચય આવ્યા બાદ મહિલાએ ફોનમા વાત કરવાની ના પાડતા પરણિતાના પતિને મારી નાખવાની ધમકી આપી બેફામ ગાળો આપી વાત કરવા ધમકાવતા ઈસમ વિરૂદ્ધ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુટુ રોડ પર રહેતી પરણિતાના મોબાઇલ નંબર પર આરોપી શાબ્બીરભાઇ (રહે.રણછોડનગર મોરબી)નાં મોબાઇલ નંબરમાંથી મિસકોલ થઈ ગયા બાદ ફરીયાદી તથા આરોપી એકબીજાના પરીચય આવી ગયેલ હોય બાદ ફરીયાદીએ ફોનમા વાત કરવાની ના પાડતા આ કામનો આરોપીએ ફરીયાદી પરણિતાને વારંવાર ફોન કરીને ફોનમા વાત કરવા માટે પતિને મારી નાખવાની ધમકી આપીને બેફામ ગાળો આપીને વાત કરવા ધમકાવતા તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.