Monday, December 23, 2024
HomeGujaratમોરબીના અમરાપર(નાગલપર) ગામની પરણિતાનું ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

મોરબીના અમરાપર(નાગલપર) ગામની પરણિતાનું ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

મોરબીમાં વધુ એક આ[આઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાએ ઝેરી દવા પી જતા તેને ઉલ્ટી-ઉબકા થવા લાગતા સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના અમરાપર(નાગલપર) ગામે રહેતી મૂળ ચકંમપર(જીવાપર) ગામની વર્ષાબેન ભાવેશભાઇ ચૌહાણ નામની પરણિતાએ ગત તા-૦૭/૦૭/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાના ઘરે હતી. ત્યારે કોઇ ઝેરીદવા પી જતા ઉલ્ટી-ઉબકા થવા લાગતા તેને પ્રાથમિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!