Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીનાં બરવાળા ગામે મીઠો લીમડો તોડવા બાબતે પરણિતાને મળી જાનથી મારી નાખવાની...

મોરબીનાં બરવાળા ગામે મીઠો લીમડો તોડવા બાબતે પરણિતાને મળી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતા બરવાળા ગામનાં વણકરવાસ ખાતે આવેલ પોતાના ઘર પાસે મીઠો લીમડો તોડવા જતા બે ઈસમોએ મહિલાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં બરવાળા ગામ ખાતે આવેલ વણકરવાસમાં રહેતા તેજસ્વીબેન દીલીપભાઇ ડાભી તેમની શેરીમા આવેલ મીઠો લીમડો લેવા જતા શેરીમા રહેતા કાંતીભાઇ કરશનભાઇ પરમારે મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતા મહિલાએ ગાળો બોલવાની ના પાડતા કાંતીભાઇ કરશનભાઇ પરમાર તથા તેના પત્ની કંચનબેને મહિલાને જેમ ફાવે તેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!