મોરબી તાલુકાના ઘુટુ ગામ પરેચા શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા 40 વર્ષીય મહિલા ગત 21/10/2023ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ હોય અને ગુમ થઈ જતાં તેમના પતિ દ્વારા મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુટુ ગામ પરેચા શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા 40 વર્ષીય મહિલા લતાબેન મનીષભાઈ પરેચા પોતાના ઘરેથી તારીખ 21/10/2023ને 10:00 વાગ્યે ઘુટુ ગામ પોતાના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ હોય અને ગુમ થઈ જતાં તેમના પતિ મનીષભાઈ હીરજીભાઈ પરેચા દ્વારા મોરબી તાલુકા પોલિસને જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલ મહિલાએ ઘરેથી નીકળતી વખતે સાડી પહેરેલી હતી. તેના વર્ણનની વાત કરીએ તો ઉચાઇ આશરે પાંચેક ફૂટ, શરીરે મજબુત બાંધાની, વાને ઘઉં વર્ણ છે. જમણા હાથમા ‘લતા મનીષ’ ત્રોફાવેલ છે અને છાતીના ભાગે ઓપરેશન તેમજ એપેન્ડીકસ ઓપરેશન કરાવવાથી ટાંકા લીધેલા નિશાનો છે તથા કપાળના ભાગે જુનુ વાગેલાનુ નિશાન છે. ત્યારે આ પ્રકારે કોઈ મહિલા નજરે પડે તો મોરબી તાલુકા પોલીસને જાણ કરવા વિનંતી કરાઈ છે.