રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા ૨૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીની રવિરાજ ચોકડી ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં નાસતો ફરતો આરોપી ગોરધન ભુરાભાઇ મેડા (રહે.રેણુ તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ)) હાલ મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી ગોવર્ધનસીંગ ભુરાભાઇ મેડા રવિરાજ ચોકડી ખાતેથી મળી આવતા આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, એસ.આઈ.પટેલ, બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.