મોરબીના રવાપર રોડ પર પ્લેટીનીયમ એપાર્ટમેન્ટમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઈનોવા કાર અને રોકડ રકમ રૂ.૧૨૦૦૦ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે પાસ આગેવાન નિલેશ એરવાડીયાનાં પુત્ર રાજ એરવાડીયા ની અટકાયત કરી છે.
મોરબીના રવાપર રોડ ઉપર સુભાષનગરમાં રહેતા દિપકકુમાર ધનજીભાઈ દેત્રોજાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદીની ઈનોવા કાર રજીસ્ટર નંબર -GJ-36-AL-3710 જેની કિંમત રૂ.૩૬,૦૦,૦૦૦ લાખ તથા કારની અંદર રાખેલ રોકડ રકમ રૂ.૧૨૦૦૦ મળિ કુલ કિં રૂ.૩૬,૧૨,૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો જેથી એપાર્ટમેન્ટમાં જઈ સી.સી.ટી.વી. કેમરા ચેક કરતા રાતના અઢી વાગ્યે એક બુરખો પહેરલ ઈસમ આવી ઈનોવા કાર તથા અન્ય ચાર કારની ચાવી પણ ચોરી કરી લઇ ગયો હતો ત્યારબાદ ફરીયાદી દ્વારા આ કાર ચોરી અંગે ઈનોવા કાર કંપનીના શોરૂમમા જાણ કરતા કંપની તરફથી જણાવ્યું હતું કે તમારી કાર અત્યારે હળવદના ટીકર ગામે પડેલ છે તેથી ફરીયાદી ઈનોવા કાર રાતના એક વાગ્યે લયાવેલ પરંતુ કારમા રાખેલ ૧૨૦૦૦ રૂપિયા મળેલ નહી તેમજ આ બનાવ અંગે ભોગ બનનાર દિપકકુમારને હળવદના ટીકર ગામનો કોઈ વ્યક્તિ ચોરીમાં સંડોવાયેલા હોવાની અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે, આ બુરખાધારી શખ્સ રાજ નિલેશભાઈ એરવાડીયા છે.જે હકીકતના આધારે પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી અને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.