પતંજલિ નર્સિંગ સ્કુલમાં (A.N.M.) માં અભ્યાસ કરતી તાલીમાર્થી બહેનોને સમાજમાં તાતી જરૂરિયાત એવી “અંગદાન” નું મહત્વ સમજાવી સમાજમાં જાગૃતિ લાવી અનેકને નવું જીવનદાન આપી શકાય છે. નર્સિંગ ની બહેનોની સાથે સાથે તક્ષશિલા બી.એડ. કોલેજની બહેનો જે ભવિષ્યમાં એક શિક્ષક થવા જઈ રહી છે તેને પણ આ વિષયથી માહિતગાર કર્યા જેથી શિક્ષક દ્વારા સમાજને એક નવો રસ્તો મળી શકે.
સેમિનારના વક્તા તરીકે હળવદ શહેરના મેડીકલ ક્ષેત્રના ખુબ અનુભવી એવા ડૉ.જયેશભાઈ લીંબાશીયા દ્વારા “અંગદાન” નું મહત્વ સમજાવ્યું અને મૃત્યુ પછી નકામાં થઈ જતા અંગોને દાન કરી બીજાને નવું જીવન આપી શકાય, મૃત્યુ પછી જીવંત રહેવાનો એક જ વિકલ્પ છે તે એટલે અંગદાન. તથા તેની જરૂરિયાત વિષે પુરતી સમજણ આપવામાં આવી હતી. ફક્ત પતંજલિ નર્સિંગ સ્કુલ જ નહી પરંતુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિનું બીડું જડપ્યું છે.તો સમાજના દરેક નાગરિક આ પ્રક્રિયાથી વાકેફ થાય તે જરૂરી છે. ડૉ.જયેશભાઈ લીંબાશીયાએ ખુબ સરળ ભાષામાં આ વિષય થી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. અને પરંપરાગત રીત રીવાજોથી ઉપર જઈને આ વિષય પર જાગૃતતા લાવવી આવશ્યક છે. તથા પતંજલિ નર્સિંગ સ્કુલના ડાયરેક્ટર ડૉ. અલ્પેશ સિણોજીયા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. અને “ અંધવિશ્વાસ કા ત્યાગ કરે અંગદાન કા પ્રયાસ કરે” આ સુત્રને કટિબદ્ધ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.