પાટડી નગરપાલિકાના જીન રોડ ડિવોશન સ્કુલ પાસે ગટર પંપીંગ ટાઉન ખાતે ગઈકાલે તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ પાટડી નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેજના ત્રણ સફાઇ કામદારોને કોઈ સુરક્ષા વગર પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા ઉતારતા ગટરની કુંડીમાંથી ગેસ છૂટતા ગેસ ગૂંગળામણથી બે કર્મચારીઓના મોત થયા છે જ્યારે એક કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેને લઇને નગર પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર અને મુખ્ય કોન્ટ્રાકટર સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાકટરની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પાટડી જીન રોડ ડિવોશન સ્કુલ પાસે ગટર પંપીંગ ટાઉન ખાતે ગઈકાલે તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ પાટડી નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેજમાં સફાઇ કામદારોને આરોપીઓએ ભોગબનનારને કોઇ પણ પ્રકારના સલામતીના સાધનોની વ્યવસ્થા કર્યા વગર ગટરની સફાઇ કામ કરવા મોકલ્યા હતા. આ દરમ્યાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરની કુંડીમાંથી ગેસ છુંટતા ગેસથી ગુંગળામણ થવાથી ચિરાગભાઇ કનુભાઇ પાટડીયા અને જયેશભાઇ ભરતભાઇ પાટડીયા અવસાન પામ્યા છે. જ્યારે ચેતનભાઇ મંગાભાઇ પાટડીયાને ઝેરી ગેસની અસર થતા સારવાર માટે ખસેડાયા બાદ રજા અપાઈ હતી. જે બનાવ બાદ મૃત્યુ પામનાર ના સંબધી કાકા બળદેવભાઈ જયંતીભાઈ પાટડિયાએ આરોપી પારડી નગર પાલિકાના અઘિકારી ચીફ ઓફીસર મોસમભાઈ પટેલ, સેનેટરી ઇન્સ્પેકટર હર્ષદભાઈ એન્ડ મુખ્ય કોન્ટ્રાકટર સંજયભાઈ એસ પટેલ સામે બી.એન.એસ કલમ-૧૦૫,૧૨૫,૫૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(જે) તથા પ્રોહીબિશન ઓફ એમ્પ્લોમેઇન્ટ એઝ મેન્યુલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીટેશન એકટ-૨૦૧૩ ની કલમ-૫,૬,૭ના ભંગ બદલ કલમ-૮,૯ મુજબ ગુન્હો દાખલ કરી બનાવ વાળી જગ્યાનું પંચનામું કરી કોન્ટ્રાકટર સંજયભાઈ પટેલની અટકાયત કરી નિવેદન કેવા સહિતની કાયૅવાહી તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઇ છે.