હળવદના ઉમા કન્યા છાત્રાલય ખાતે યોજાયેલ આ પાટીદાર મહાસંમેલન માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.જેમાં પાટીદાર સમાજના મેડીકલ ક્ષેત્રે તેમજ સરકારી નોકરી માં જોડાયેલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું હતું તથા સરદાર પટેલના સિદ્ધાંતોને અનુસરી જીવનને સાર્થક કરવાની અને પાટીદાર સમાજ ને સંગઠિત અને શિક્ષિત બનવા આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી. આ તકે પ્રખ્યાત મોટીવેશન સ્પીકર પારસ પાંધી એ પાટીદાર યુવાનોને માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પાટીદાર મહાસંમેલનમા મોરબી,ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર અને માલવણ સ્થિત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો તથા સમાજના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ તથા તેમની ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.