મોરબીના આલાપ રોડ પરથી મનોજ ઉર્ફે ભૂરો નંદલાલભાઈ ચૌહાણ (ઉ.વ.૩૪ રહે.ગ્રીન ચોક મોચી શેરી મોરબી) વાળાને રોયલ ચેલેન્જ પ્રીમિયમ વહીસ્કી ની એક બોટલ દારૂ જેની કી. રૂ.૫૨૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાંથી વરલીના આંકડા લેતો એક શખ્સ ઝડપાયો
મોરબીના દાણા પીઠ વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી વરલી ફીચર ના જુગારના આંકડા લેતા અયુબ ગુલામભાઈ કાશમાણી(ઉ.વ ૫૦ રહે.મોરબી ટેકરી શેરી નં.૨-૩ વચ્ચે )વાળાને રૂ.૫૧૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.