મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેનાના જવાનોના પરિવારોને સન્માનનીય રીતે આર્થિક રીતે મદદરૂપ થવા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અર્વાચીન રાસોત્સવ પાટીદાર નવરાત્રી મહોત્સવનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર સેનાના જવાનોના પરિવારોને સન્માનનીય રીતે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી આ નવરાત્રી મહોત્સવ થકી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના કરતાર સીંગ અને સુરેન્દ્રકુમારને પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલક ડો.ભાડેસીઆ તેમજ રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને માં ભરતીનું ઋણ ચુકવ્યું હતું. જેમાં 28 વર્ષીય શહિદ કરતારસિંગ જે મહુ સ્કૂલ માં એક ઇન્સ્પેક્ટર હતા. જે એક્સસાઈસમાં હતા. તે દરમિયાન એક ફાયરિંગ અભ્યાસ ચાલતું હતું. તે દરમિયાન એક રાઉન્ડ ત્યાં બ્લાસ્ટ થતા તે વીર ગતિ પામ્યા હતા. જયારે 37 વર્ષીય શહિદ સુરેન્દ્રકુમાર દિલ્હી આર્મી હોસ્પિટલમાં એક ડોક્ટર હતા. જેઓએ કોરોના કાળ દરમિયાન અનેક આર્મીમેનનાં જીવ બચાવ્યા હતા. અંતે તે સમયે તેમને પણ કોરોનાની અસર થઈ હતી. જેના કારણે બીજાના જીવ બચાવતા બચાવતા તેઓએ પોતાના જીવની આહુતિ આપી હતી.