મોરબીમાં નવરાત્રી દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી એક અનોખું આયોજન થઈ રહ્યું છે જેનું આયોજન પણ અનોખું છે અને તેનો આશ્રય પણ ભવ્ય છે એવા પાટીદાર નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.ત્યારે આ નવરાત્રીમાં “માં અંબા” ની આરાધના તેમજ મનોરંજન ની સાથે સાથે શહીદ પરિવારો ની સેવાનું પુણ્ય દરેક લોકો લઈ શકે તે માટે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટમાં સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને માધવ ગૌશાળા તેમજ શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તેમજ સેવા એ જ સંપતિ ના ફાઉન્ડર અજય લોરીયા એ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રી મહોત્સવ માં થતી આવકમાંથી દેશના વીર શહીદ જવાનો ના ૨૧ પરિવારોને એક એક લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.તેમજ ત્યાર બાદ પણ રકમ વધશે તો તે રકમ માધવ ગૌશાળા માં દાન કરવામાં આવશે.તેમજ ૧૪ તારીખે પ્રી નવરાત્રી નુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ આ વખત ના આયોજન માં એન્ટ્રી ગેટ પર દીકરીઓ દ્વારા તિલક કરી ને જ દરેક વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે અને આયોજનમાં નાના બાળકો રમી શકે અને મહિલાઓ નિશ્ચિંત બની ને ગરબે રમી શકે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.તેમજ હાલમાં યુવાનોમાં હાર્ટ એટેક ના વધતા બનાવો ને લઈને સાવચેતીના ભાગ રૂપે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા સ્થળ પર ટીમ સાથે ની એમ્બ્યુલન્સની સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
જેથી આ ભવ્ય આયોજનમાં પધારી માં ની આરાધના તેમજ મનોરંજન ની સાથે દેશના શહીદ જવાનો ના પરિવારો ને અપાતી સહાયમાં સહભાગી થવા સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પાટીદાર નવરાત્રી ૨૦૨૩ ના પાસ મેળવવા માટે નીચે જણાવેલ સરનામે સંપર્ક કરો:
જય ટેલિકોમ – સુપરમાર્કેટ,મોરબી.
વિશાલ સ્ટોર – શનાળા રોડ,મોરબી
વિલેજ ટેસ્ટ આઈસ્ક્રીમ – ગોલ્ડન માર્કેટ,રવાપર.
પટેલ મેડિકલ – રવાપર રોડ,મોરબી.
સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટ – સ્કાય મોલ સામે,મોરબી.
ગ્લોબલ ગેલેરી – બાપાસીતારામચોક,મોરબી.
પ્રાહી મેન્સવેર – બાપાસીતારામચોક,મોરબી.