કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદીત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પાટીદાર સમાજની મીટીંગ યોજાઈ હતી. અને કાજલ હિન્દુસ્તાનીનાં વિરૂદ્ધ વિરોધનો સૂર પુરાવ્યો હતો.
કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર સમાજની સાત દીકરી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. જેને પગલે આજે મોરબી રવાપર રોડ પર આવેલ બોની પાર્કમાં પાટીદાર સમાજની મીટીંગ યોજાઈ હતી.
જેમાં સર્વે પાટીદાર સમાજને આ વિરોધમાં જોડાવા અપીલ કરાઇ હતી. ત્યારે મહિલાઓ પુરુષો સહિત સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ આગામી સમયમાં મોરબીમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવામાં આવશે અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ના લોકો એકઠા થાય તે માટે પાટીદાર અગ્રણીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.