પાટોત્સવ નિમિત્તે લધુરુદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
હળવદએ શિવાલયો નો ગઢ માનવામાં આવે છે. હળવદ ની ચારેબાજુ શિવાલયો આવેલા છે. ત્યારે હળવદના રાવલફળી વિસ્તારમાં આવેલ જાગનાથ મહાદેવ મંદિર નો આજે 138 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગનાથ મહાદેવ મંદિર ના પાટોત્સવ નિમિત્તે સમસ્ત રાવલ ફળી દ્વારા દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રિઝવવા સંગીતમય શૈલી માં વિદવાન બ્રાહ્મણો દ્વારા લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જાગનાથ મહાદેવ ને સુશોભિત કરી ભજન, મહા આરતી, પ્રસાદ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રાવલફળીના લોકોએ ભારે જહેમત ઊઠાવી હતી.