જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકવાદી દ્વારા ત્યાં ફરવા ગયેલ પર્યટકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી જે હિંન કૃત્ય કરવામાં આવ્યું છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આંતકવાદને પનાહ આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની માંગ ઉઠી રહી છે ત્યારે વાંકાનેરમાં પણ રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ પર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા તેમના પરથી પસાર થાય જેથી પાકિસ્તાનનું સતત અપમાન થતું રહે તેવા ઉદ્દેશ સાથે પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મૂર્દાબાદ સ્લોગન લખી પાકિસ્તાનને એની ભાષામાં જવાબ દેવાની પણ માંગ યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેમાં મહેશ પંડ્યા , મેહુલ ઠાકોર , શિવાજી રાજગોર , મયુર ઠાકોર , દિપક રાજગોર , હરેશ માણસુરીયા , હિરેન બરેડિયા , હિરેન પનારા , અજય પનારા , સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આંતકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કર્યો હતો