સુરત શહેરમાં બનેલી ઘટનાને પગલે તમામ જગ્યા ઉપર તંત્ર એલર્ટ ઉપર બન્યું છે ત્યારે વિવિધ વિસ્તારમાં પોલીસ મથકો દ્વારા દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સલામતીની મીટીંગ યોજી શાંતિ પૂર્વક તહેવારની ઉજવણી કરવામાં માટે આગેવાનોએ કટિબદ્ધતા દેખાડી હતી.
મળતી માહિતી અનુસાર, આજરોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી તેમજ પીઆઈ એન.એ.વસાવા ની ઉપસ્થિતિમાં.શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ગણેશ પંડાલના આયોજકો હિન્દુ તેમજ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તહેવારોની શાંતિ અને સલામતી સાથે ઉજવવામાં આવે તે પ્રકારનો મત તમામ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.