અયોધ્યામાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મોરબી જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તેના પર કડક કાર્યવાહી કરાશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈને મોરબી જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમીતીની બેઠક યોજવામાં આવી હતી. મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ,વિવિધ સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. તેમજ આવું કૃત્ય કોઈ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે તેની સૂચના પણ આપવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ઉજવણી થાય તે માટે પોલીસે અપીલ કરી હતી. તેમજ મોરબી જિલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ શાંતિ સમિતિનીની બેઠકો યોજવામાં આવી હતી.