Sunday, June 22, 2025
HomeGujaratમોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોજાઇ રહ્યું છે શાંતિ પૂર્ણ મતદાન:જિલ્લા પોલીસ વડા...

મોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોજાઇ રહ્યું છે શાંતિ પૂર્ણ મતદાન:જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ વિવિધ બુથોની મુલાકાત લીધી

મોરબી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ સંવેદનશીલ બુથોની મુલાકાત લીધી હતી. હળવદ, વાંકાનેર અને મોરબીના સંવેદનશીલ ગ્રામ પંચાયતના મતદાન મથકની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે હાલ બપોરના એક વાગ્યા સુધી ૨૭ ગ્રામ પંચાયતમાં ૪૫.૭૨ ટકા મતદાન નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ સંવેદનશીલ બુથોની મુલાકાત લીધી હતી. હળવદ, વાંકાનેર અને મોરબીની સંવેદનશીલ ગ્રામ પંચાયતના મતદાન મથકની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૩ ઉમેદવારો અને ૨૭૩ સભ્યો વચ્ચે જંગ જામ્યો છે. બપોરના એક વાગ્યા સુધીમાં ૨૭ ગામની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૪૫.૭૨ ટકા મતદાન નોંધાયું છે. ૪૫૦૦૬ મતદારો માંથી કુલ અત્યાર સુધીમાં કુલ ૨૦૫૭૮ મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે ૧૩ ગામની પેટા ચૂંટણીમાં ૩૮.૮૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ ૧૭૨૫૭ મતદારો માંથી ૬૭૦૪ મતદારોએ મતદાન કર્યું છે. તે સહિતની માહિતી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!