મોરબી તાલુકાના નવા મકનસર ગામના ઝાંપા સામે રોડ ઉપર પૂરપાટ ઝડપે બોલેરો ગાડી ચલાવી રાહદારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં રાહદારીને બોલેરો વાહનની જોરદાર ઠોકરે તેઓ ફંગોળાઈને નીચે પટકાતા રાહદારીને માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતના બનાવ બાદ બોલેરો ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર મોરબીના નવા મકનસર ગામે વાદીપરામાં રહેતા જગદીશભાઈ વિરજીભાઈ સારલા ઉવ.૪૦ વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૧/૦૯ ના રોજ સાંજના સમયે જગદીશભાઈ ચાલીને રોડ ક્રોસ કરી જતા હોય ત્યારે બોલેરો પિકઅપ રજી.નં. આરજે-૦૪-જીસી-૫૩૫૦ના આરોપી ચાલકે પોતાનું ઉપરોક્ત વાહન પુરગતિએ ચલાવી તેમને હડફેટે લઈ ફંગોળીયા હતા જેમાં જગડીશભાઈને પગમાં ફ્રેકચર તથા માથામાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક સ્થળ ઉપર બોલેરો ગાડી રેઢી મૂકીને નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી જાહેર કરતા હાલ તાલુકા પોલીસે જગદીશભાઈની ફરિયાદને આધારે બોલેરો ચાલક આરોપી સને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.