Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર હડફેટે રાહદારીનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર હડફેટે રાહદારીનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામની સીમમાં રહેતા કલ્પેશભાઈ શનાભાઈ રાઠોડ(ઉ.વ.૩૯)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે મોરબી-વાંકાનેર ને.હા. ઉપર ન્યુ વર્ધમાન હોટલ સામે લાલપર ગામ પાસે ડમ્પર ટ્રક નં. જીજે-૧૨-બીવી-૩૭૨૭ ના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી કલ્પેશકુમારના સંબધી સંજયકુમાર છત્રસિંહ પરમારને હડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી નાસી ગચો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!