Thursday, December 5, 2024
HomeGujaratહળવદના સુખપર ગામ નજીક આઇસર ટ્રક હડફેટે રાહદારી યુવકનું મોત

હળવદના સુખપર ગામ નજીક આઇસર ટ્રક હડફેટે રાહદારી યુવકનું મોત

હળવદ ધ્રાગધ્રા હાઇવે રોડ પર સુખપર ગામે આઇસર ચાલકે પોતાનો ટ્રક બેદરકારીપૂર્વક ચલાવી રોડ સાઈડમાં ઉભેલ રાહદારીને હડફેટે લેતા એક યુવાનના મરણ થયાનું સામે આવ્યું છે. જ્યારે આઇસર ચાલક અક્ષણત સર્જી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ મૃતક યુવાનના ભાઈની ફરિયાદના આધારે આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી હળવદ પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર તા.૨૮ નવેમ્બરના રાત્રે હળવદ ધ્રાગધ્રા હાઇવે પર સુખપર ગામની નજીક આઇસર ટ્રક રજી.નં. જીજે-૨૩-એડબલ્યુ-૩૪૭૨નો ચાલક પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતો હોય ત્યારે મુળ-ધ્રાગધ્રા વાદીપરા ડાભી સોસાયટી જી-સુરેન્દ્રનગર હાલ રહે-હનુમાનચોક જોરાવરનગર સુરેન્દ્રનગર રહેતા વિજયકુમાર બાબુભાઇ અઘારાના ભાઇ અજયકુમાર ઉવ.૨૯ રોડની સાઈડમાં એક તરફ ઉભા હતા અથવા ચાલીને જતા હતા ત્યારે ટ્રક તેમની સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ આઇસર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!