Thursday, December 26, 2024
HomeGujaratહળવદના રણજીતગઢ ગામ નજીક કારની ઠોકરે રાહદારી પ્રૌઢનું ટૂંકી સારવારમાં મોત

હળવદના રણજીતગઢ ગામ નજીક કારની ઠોકરે રાહદારી પ્રૌઢનું ટૂંકી સારવારમાં મોત

હળવદના પાંડાતીરથ ગામે ખેત-મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના વતની કોઈ કામ સબબ પાંડાતીરથથી બહાર ગામ ગયા હોય ત્યારે પુર ઝડપે અને ગફલાતભરી રીતે કાર ચલાવીને આવતા કાર-ચાલકે રોડની સાઈડમાં ચાલીને જતા ખેત-શ્રમિક પ્રૌઢને હડફેટે લેતા પ્રૌઢને માથામાં, ચહેરા ઉપર તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા હળવા, મોરબી બાદ રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડતા જ્યાં ટૂંકી સારવારમાં ખેત-શ્રમિક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતમાં મૃત્યુના બનાવ બાબતે મૃતકના પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી કાર-ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જીલ્લાના ગુડીચા ગામના વતની હાલ હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે બાબુભાઇ બનુભાઈ ગોહિલની વાડીએ રહી પુત્ર-પૌત્રો સાથે ખેત-મજૂરી કરતા મગનભાઈ કાભયભાઈ તડવી ઉવ.૭૪ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે મોટરકાર રજી.નં. જીજે-૧૩-સીડી-૭૧૫૩ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે મગનભાઈના ૫૨ વર્ષીય પુત્ર સતિષભાઈ ગઈ તા.૩૧/૧૦ ના રોજ ઉપરોક્ત પાંડાતીરથ ગામની વાડીયેથી કોઈ કામ અર્થે બહારગામ ગયા હોય ત્યારે હળવદના રણજીતગઢ ગામના બોર્ડ પાસે સતિષભાઈ રોડની સાઈડમાં ચાલીને જતા હોય કે ઉભા હોય ત્યારે ઉપરોક્ત કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સતિષભાઈ સાથે કાર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં સતીશભાઈને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફત પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ મોરબી જ્યાંથી રાજકોટ સિવિલમાં વધુ સારવાર માટે લઈ ગયા હોય જ્યાં ટૂંકી સારવારમાં ૫૨ વર્ષીય સતીષભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જે મુજબને આધારે હળવદ પોલીસે કાર ચાલક આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!