નવરાત્રી નજીક આવતાની સાથે જ કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાનામઢ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ દર્શનાર્થે જતા હોય છે. દર વર્ષની જેમ મોરબીના ધ્રુવનગર ગામ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પદયાત્રી સેવા કેમ્પ – ધુવનગર દ્વારા ફરી એકવાર તા.૧૧-૯-૨૦૨પ થી ધુવનગર ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી આશાપુરા માતાના મઢ પગપાળા દર્શને જતા પદયાત્રીઓની તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે મો. 92656 23255 તથા 98799 38421 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.