કચ્છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં ગુજરાતના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ત્યારે અહીં વર્ષોથી દૂર દૂરથી લોકો પદયાત્રા કરી દર્શને આવતા હોય છે. ત્યારે શ્રી લુંટાવદર રાજપુત સમાજ–લુંટાવદર દ્વારા પદયાત્રીઓ માટે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
માતાના મઢ કચ્છ ચાલીને જતાં આશાપુરા પદયાત્રીઓ માટે શ્રી લુંટાવદર રાજપુત સમાજ–લુંટાવદર દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સેવા કેમ્પનો પ્રારંભ તા. ૧૧/૦૯/૨૦૨૫ ને ગુરૂવારથી થશે. જે સેવા કેમ્પ પીપળીયા ચાર રસ્તા મોરબી પાસે યોજવામાં આવશે. જ્યાં પદયાત્રીઓને 24 કલાક રહેવા -જમવા – નાસ્તો – પાણી તેમજ મેડિકલ સેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે સેવા કેમ્પનો લાભ લેવા શ્રી લુંટાવદર રાજપુત સમાજ–લુંટાવદર દ્વારા વિનંતી કરવામાં આવી છે.