Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનુ આયોજન:જાણો ક્યાં યોજાશે કેમ્પ?

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનુ આયોજન:જાણો ક્યાં યોજાશે કેમ્પ?

દેશ વિદેશમાં આસ્થાનું પ્રતીક અને કચ્છ સ્થિત માં આશાપુરા ના ધામ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ ૧૫ સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા દેવ સોલ્ટ સુરાજબારી પુલ માળીયા નજીક,આ સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે.વધુ માહિતી માટે દિલીપસિંહ જાડેજા 907910033 ,અશ્વિનભાઈ માકડીયા 9824189143,દયારામભાઈ 9825246551,દિનેશ નાકરાણી 9537821766 નો સંપર્ક કરવા આશાપુરા મિત્ર મંડળ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!