Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં 'બિપરજોય' વાવાઝોડાની આગાહીને પગલે દરિયાઇ કિનારાના વિસ્તારોમાં જવા પર લોકોને પ્રતિબંધ

મોરબીમાં ‘બિપરજોય’ વાવાઝોડાની આગાહીને પગલે દરિયાઇ કિનારાના વિસ્તારોમાં જવા પર લોકોને પ્રતિબંધ

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની રફ્તાર પર તેજ થઈ રહી છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર, જ્યારે જખૌ પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. જે પરિસ્થિતિને ધ્યાન લઈ ‘બિપરજોય’ ચક્રવાતથી ઉત્પન્ન થનાર અસરોથી બચવા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દરિયાઇ કિનારાના વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હાલમાં હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડા અન્વયે અગમચેતી રૂપે અસરગ્રસ્ત વિસ્તારો માટે સુચનાઓ પ્રસારીત કરેલ છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારો માટે અતિ ભયસુચક સિગ્નલ નં.૧૦ જાહેર કરવામાં આવેલ છે. મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખુબ ભારે વરસાદ સાથે તિવ્ર પવન ફુંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાઓ ઉછળવાની શક્યતા હોય, આ સમયે મોરબી જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ ચક્રવાત અને હાઇટાઇડ ભરતીનાં મોજાથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા લેવા અત્યંત જરૂરી છે. મોરબી જિલ્લામાં સીરામીક યુનીટો, વિટ્રીફાઇડ યુનીટો, વોલ ટાઇલ્સ યુનીટો, સેનેટરીવેર યુનીટો, પેપર મીલ ઇન્ડસ્ટ્રીઝ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં સલામિત અને સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તથા મોરબી જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પણ ખુબ બહોળા પ્રમાણમાં થાય છે. સંભવિત વાવાઝોડાના નુકશાનની જાનમાલના નુકશાનને રોકવા અને અગમચેતીના પગલા લેવા પ્રતિબંધાત્મક પગલા લેવા વિશાળ જનહિતમાં આવશ્યક છે. આથી, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ- ૧૪૪ હેઠળ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દરિયા કિનારાના આસપાસના વિસ્તારમાં તથા સોલ્ટ પાન વિસ્તારમાં કોઇપણ વ્યક્તિઓની પશુઓ અને વાહનો લઇ જવાની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ મોરબી જિલ્લાના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો જેવા કે સીરામીક એકમો (તમામ પ્રકારના), પેપરમીલ, પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ, સનમાઇકા ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ કેમીકલ પ્લાન્ટ, મોટા શેડ ધરાવતા તમામ ઉત્પાદક-પ્રોસેસીંગ યુનિટોમાં નીચે મુજબની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તેમજ કાચા માલ અને પાકા માલના લોડીંગ-અન લોડીંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પ્રતિબંધ (બ) ફેકટરીના છાપરાના રીપેરીંગ અને મેન્ટેનેન્સની કામગીરી ઉપર પ્રતિબંધ, ફેકટરી પરિસરમાં મજુરોની તથા તેમના પરિવાર અને બાળકોની બિન સલામત સ્થળ ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ, તમામ પ્રકારની ઉત્પાદક-પ્રોસેસીંગની કામગીરી ઉપર પ્રતિબંધ, વીજળી, નેચરલ ગેસ, LPG ની ભયજનક રતરથી વધારે સપ્લાય ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.

જો કે, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ તથા સરકારી ફરજ પર હોય તેવા અધિકારી/કર્મચારીઓને તેમજ ઔદ્યોગિક એકમોના માલીકો તથા વ્યવસ્થાપનમાં જોડાયેલાઓને આ તમામ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા.૧૨/૦૬/૨૦૨૩ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેલી. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકતિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું જાહેર વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી રીતે તેની નકલ ચોંટાડીને તેમજ સ્થાનિક વર્તમાનપત્રોમાં બહોળી પ્રસિધ્ધી આપીને પ્રસિધ્ધ કરવાનું ફરમાવવામાં આવ્યું છું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!