ટંકારાના ગામડાઓમાં મંદિરમાં તથા ઘરમાં લુંટ તથા ધાડ કરવાનાં બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા શખ્સને સેશન્સ કોર્ટ દ્વારા શરતીજામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
ટંકારા પોલીસ મથકમા ૧૦૧૨ લુંટ અને ધાડ એમ બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા શખ્સ કમલસિંગ થાનસિંગ અમારેની જામીન અરજી મંજુર થઇ છે. આરોપી દ્વારા ટંકારાના ગામડાઓમાં મંદિરમાં તથા ઘરમાં લુંટ તથા ધાડ કરી હતી. જેને વિરુધ્ધ ગુન્હો દાખલ થયા બાદ તે છેલ્લા ૧૩ વર્ષથી ફરાર હતો. ત્યારે પોલીસે આરોપીને બાતમીનાં આધારે પકડી પાડતા આરોપીએ યુવા એડવોકેટ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. ત્યારે અદાલતે બચાવ પક્ષના વકીલો દલીલો માન્ય રાખી આરોપી કમલસિંગ થાનસિંગ અમારેને શરતી જામીન પર છોડવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે અમિત પી જાની, રાહુલ ડી. ડાંગર, વિવેક કે. વરસોડા, કેતન બી. ચૌહાણ, દેવજી આર. ચૌહાણ, જયશ્રીબેન સિણોજીયા, વિશાલ યાજ્ઞિક તથા સહાયક તરીકે કરણ ડી. ખુંગલા, અનિરુદ્ધ એલ. ડાંગર તથા અંજુબેન ચાવડા રોકાયેલ હતા.