મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માળીયા વનાળીયા ગામના લોકો દ્વારા ધારાસભ્યને અરજી લખી મોરબી ગરીબ મજુર પરિવારોના રહીશોના રી સર્વે સાથે રેગ્યુલઈજ કરવા તેમજ પડતર જગ્યામાં બાલમંદિર સહિતની પાયાની સુવિધાનો આપવા રજુઆત કરાઇ છે.
મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માળીયા વનાળીયા ગામના લોકો દ્વારા ધારાસભ્યને અરજી લખી મોરબી મહાનગર પાલિકામાં સમાવેશ માળિયા વનાળિયાના વિવિધ વિસ્તારમાં 42 વર્ષથી રહેતા ગરીબ મજુર પરિવારોના રહીશોના રી સર્વે સાથે રેગ્યુલાઈજ મકાન આકારણી વેરા સહિતની વેરા સ્વીકારવા મહાનગર પાલિકામાં લીગલ દસ્તાવેજીકરણ સાથે લીગલ કરી ચડાવા તેમજ ઘરના ઘર વિહોણા પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા તેમજ માળિયા વનાળિયા વચ્ચે ત્રણ મંદિર સામેની 42 વર્ષથી પડતર જમીન સર્વે નં 54 પૈકીની અતિ વિવાદ ગ્રસ્ત જમીન અમુક લાલચુઓની વાલચને કારણે માળિયા વનાળિયામાં ગરીબ પરિવારની પ્રાથમિક ભૂલકાઓ માટેનું શિક્ષણ માટેનું પહેલું કદમ બાલમંદિર સાર્વજનિક જગ્યા વગેરે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હોવાથી 42 વર્ષ થી પડતર જમીનમાં વિવિધ વિસ્તારમાં સુવિધાઓ પુરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.