Sunday, December 22, 2024
HomeGujaratમોરબીમાં સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય રાશન કાર્ડનો લાભ આપવાની માંગ સાથે પાઠવાયું...

મોરબીમાં સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય રાશન કાર્ડનો લાભ આપવાની માંગ સાથે પાઠવાયું આવેદન

સિલિકોસિસ એ ફેફસાંનો એક અસાધ્ય, જટિલ રોગ છે જે શરીરમાં સૂક્ષ્મ સિલિકા ધૂળના કણોને શ્વાસમાં લેવાથી થાય છે. જે રોગથી પીડીત કુટુંબોને અંત્યોદય રાશન કાર્ડનો લાભ મળવો જોઈએ. તેવી માંગ સાથે સિલિકોસિસ પીડીત સંધ દ્વારા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરવામ આવી હતી.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. ૨૪/૧૧/૨૦૨૩ એ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર અને સિલિકોસિસ પીડીત સંધ દ્વારા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ખાતે સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ લાભ મળવો જોઈએ તે બાબતે આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી. પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ૩૦+ વર્ષથી ગુજરાતમાં વ્યવસાયિક આરોગ્ય પર કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ ખાસ કરીને ફેફસાંના જીવલેણ રોગ સિલિકોસિસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સિલિકોસિસને કારણે કેટલાક કામદારો જ્યારે કામ કરવાની શક્તિ સદંતર ગુમાવી દે છે અને પથારીવશ થાય છે ત્યારે એક તરફ આવક બંધ પડે, દર્દીની સેવા કરવા કુટુંબના અન્ય એક સભ્ય પણ કમાણી કરવાથી વંચિત રહે અને વિભક્ત કુટુંબ હોય ત્યારે પરિવારની આવક શુન્ય થઇ જાય છે અને બીજી બાજુ સારવારનો ખર્ચ વધતાં બચતો વપરાઇ જતાં થોડા સમય બાદ ખાવાના ફાફા પડે છે. આવા સિલિકોસિસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ મળે તો એમના ઘરમાં કોઈને ભૂખ્યા પેટે ન સૂવું પડે. હાલ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં અંદાજિત ૧૦૦૦ ઉપર સિલિકોસિસ પીડીત કુટુંબો હોવાની સંભાવના છે. સિલિકોસિસને કારણે કામદાર અશક્ત થાય છે, કમાઈ શક્તો નથી અને મ્રુત્યુ અગાઉ લાંબો સમય પથારી વશ રહેવું પડે છે. તે દરમ્યાન સારવારના ખર્ચ થાય છે અને કમાણી ન હોવાને કારણે બચતો વપરાઈ જાય છે, દેવાં થાય છે, સંપત્તી વેચવી પડે છે, ઘરની બીજી એક વ્યક્તી પણ બીમારનું ધ્યાન રાખવાને કારણે કમાઈ શકતી નથી. પરીવારની સ્થીતી અત્યંત કપરી થાય છે. ખાવા માટે અનાજ પણ રહેતું નથી ત્યારે જો અંત્યોદય કાર્ડ નો લાભ મળે તો જીવન ટકાવવામાં મદદ થઈ શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!