Friday, September 20, 2024
HomeGujaratમોરબીનાં ૪૫ હિન્દુ મંદિરોને નોટિસ પાઠવતા ૧૪૫૮ લોકોની સહી સાથેનું આવેદન પીએમ,કેન્દ્રીય...

મોરબીનાં ૪૫ હિન્દુ મંદિરોને નોટિસ પાઠવતા ૧૪૫૮ લોકોની સહી સાથેનું આવેદન પીએમ,કેન્દ્રીય ગૃહમંત્રી,સીએમ કલેક્ટરને મોકલાયું

મોરબી નગરપાલીકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ ૪૫ પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઈ ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ મોરબીના જાગૃત અને ધર્મપ્રેમી લોકો દ્વારા કલેક્ટરને મોરબી શહેરના ૪૫ હિન્દુ મંદિરોને યથાવત રાખી, હિન્દુ આસ્થાને ઠેંશ ન પહોંચાડવા આવેદન પાઠવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી નગરપાલીકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ ૪૫ પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવી છે. જે મંદિરો વર્ષોથી ત્યાં જ છે જેમાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અસંખ્ય હિન્દુઓની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલ છે. તેમજ વિવિધ કુદરતી તેમજ માનવસર્જીત આફતો સમયે આ જ મંદિરો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવ કાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે તમામ હિન્દુઓની આસ્થા જોડાયેલ છે. જેથી મોરબીના હિન્દુઓ આ પત્ર દ્વારા આપને વિનંતી કરીએ છીએ કે આ મંદિરો ભુતકાળમાં જ્યારે બન્યા ત્યારે જે તે સમયના અધિકારીઓએ કોઈ પગલાં લીધેલ નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયેલ હોય, દેવી-દેવતાઓનો તેમાં વાસ હોય, લોકોની આસ્થા તેની સાથે જોડાયેલ હોય તે મંદિરોને અકબંધ રાખવા વિનંતી. આ પત્ર દ્વારા આપને જણાવવાનું કે સદરહું એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી. તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી. આ સાથે યક્ષ પ્રશ્ન પુછવાનો કે શું મોરબીમાં ૪૫ મંદિરો જ ગેરકાયદેસર છે? બીજા કોઈ બાંધકામ મોરબીની હદમાં ગેરકાયદેસર છે જ નહીં? મંદિરો ભુતકાળમાં જ્યારે બન્યા ત્યારે શા માટે સ્થાનિક તંત્રએ અટકાવ્યા નહિં? મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકેલ હોય, હજારો હિન્દુઓની આસ્થા મુજબ સાક્ષાત દેવી-દેવતાઓ ત્યાં બિરાજમાન હોય, તેવા મંદિરોને નોટીસ પાઠવી તંત્ર શા માટે હિન્દુ વિરોધી વલણ દર્શાવી રહ્યુ છે? એક બાજુ અયોધ્યામાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્ હસ્તે યોજાઈ ત્યારે સમગ્ર વિશ્વના હિન્દુઓ વિજયોત્સવ મનાવી રહ્યા હતા અને બીજી બાજુ ગુજરાત રાજ્યના વિવિધ પ્રસ્થાપિત મંદિરોને દુર કરવા તંત્ર કવાયત કરી રહ્યુ છે તે સનાતન હિન્દુ સમાજ માટે લાંછન રૂપ છે. જેથી આ પાત્રમાં નીચે સહિ કરનાર ૧૪૫૮ મોરબીના હિન્દુઓ આપને વિનંતી કરીએ છીએ કે મોરબીમાં રહેલ પૌરાણિક ૪૫ હિન્દુ દેવી-દેવતાઓના મંદિરોને અકબંધ રાખી, હિન્દુ સમાજની આસ્થાને આપની કર્તવ્યપરાયણતા સમજી યોગ્ય કરશો. તેમ મોરબી જીલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેદનમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!