મોરબીની પી.જી.પટેલ કોલેજ જે શિક્ષણની સાથે સાથે વિધાથીઓમાં સંસ્કારનું સિંચન અગત્યનું ગણે છે, તેના ભાગરૂપ આ સતત ૬ઠા વર્ષે 2023 ની દિવાળીની ઉજવણી પણ દર વર્ષની પરંપરા મુજબ ભારત પાકિસ્તાન બોર્ડર પર સેનાના જવાનો અને BSF સાથે કરી હતી. આ વર્ષે પણ દિવાળીના દિવસે જ 750 કીલીગ્રામથી વધુ શુદ્ધ ઘી ના અડદિયા અને નમકીનનું વિતરણ કરવામાં આવેલ હતું. જે તમામ વસ્તુઓ કોલેજ પર જ બનાવવામાં આવે છે અને અંદાજે 3 દિવસની તૈયારીના અંતે ઉપરોક્ત વસ્તુઓ તૈયાર થાય છે. ઉપરોક્ત પ્રોજેક્ટમાં કોલેજના ભૂતપૂર્વ વિધાથીઓ તેમજ મોરબીના ઉદ્યોગપતિઓનો સિંહ ફાળો હોય છે.
આર્મી અને બી એસ એફ ના જવાનો આપના માટે 365 દિવસ 24 કલાક ફરજ બજાવે છે. તેના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવાનો આ એક નાનકડો પ્રયાસ કોલેજના સ્ટાફ, હાલના વિદ્યાથીઓં અને ભૂતપૂર્વ વિધાથીઓ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસે કરવામાં આવે છે. સાથે સાથે કોલેજના આ પ્રોજેક્ટમાં આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના પ્રમુખ પીયુષભાઈ સાનજા, મંત્રી વિપુલભાઈ અદ્રોજા તેમજ ખજાનચી દિપકભાઈ મારવનિયા, દિનેશ વિડજા, કમલેશ પનારા તેમજ લિઓ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના પ્રમુખ દિપભાઈ મણીયાર, ભુમીતભાઈ દફતરી તેમજ સરકારી સ્કૂલના પ્રિનસીપાલ અલ્પેશભાઈ પુજારા, રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ પ્રગતી કલાસીસના સંચાલક મહિપાલસિંહ જાડેજા પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. સાથે સાથે જયપુર રાજસ્થાનથી ખાસ યોગેન્દ્ર વ્યાસ અને મનીષકુમાર વ્યાસ મોરબી આવેલ અને મોરબીથી ટીમ સાથે જોડાયા હતા. આ સમગ્ર પ્રોજેક્ટના પ્રેરણા સ્ત્રોત પી.જી. પટેલ કોલેજના આધ્યાસ્થાપક દેવકરનભાઈ આદ્રોજા તેમજ જતીનભાઈ આદ્રોજા કે જેમની દેખરેખ હેઠળ સમગ્ર પ્રોજેક્ટ કાર્યરત છે, તેમને કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રવીન્દ્ર ભટ્ટ અને સમગ્ર ટીમને પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી, અને ભવિષ્યમાં હજુ પણ વધુ ને વધુ વિધાથીલક્ષી પ્રોજેક્ટ કોલેજ દ્વારા કરવાની તૈયારી બતાવી હતી.