મોરબીના વણકર વાસ વિસ્તારમાં પીજીવીસીએલ ના કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીને લીધે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણને નુકશાન થયું છે. જેનું વળતર આપવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.
મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તારમાં થાંભલો બદલવાનો હોય સવારથી લાઈટ ન હતી. તેમજ રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ જતાં થાંભલો બદલીને ઊંધા છેડા આપી દેતાં અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાય હતી. જેના લીધે રોજનું લઈને રોજ નું ખાતા હોય એવા શ્રમજીવી મજૂરીયાત વર્ગના લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણોને ભારે નુકશાન થયું હતું. તેથી પીજીવીસીએલના કોન્ટ્રાકટરની ભૂલ ના કારણે ગરીબ લોકોને ભારે નુકશાન થયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર પાસેથી યોગ્ય વળતળની માંગ કરી હતી.