પીજીવીસીએલ દ્વારા ૩૨ ટીમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ૬૪૩ વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી ૭૭ કનેક્શન માં ગેરરીતિ ઝડપી લેવાઈ હતી.
હળવદ તાલુકામાં પીજીવીસીએલની અલગ અલગ ૩૨ ટીમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં આર એલ. ૬૩૩ સીએલ.૯ એજી.૧ ટોટલ ૬૪૩ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૭૭ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી આ મામલે પીજીવીસીએલના અધિકારીઓ તથા સ્ટાફ અને પોલીસ સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા ૭૭ કનેક્શન માં ગેરરીતિ માલૂમ પડતાં ૨૦.૬ લાખ નો દંડ ફટકાર્યો હતો .હળવદ તાલુકાના ધનાળાડા,નવા ધનાળા, કૃષ્ણનગર, મયુરનગર, માનગઢ ટીકર.રણમલપુર ઘણાદ વગેરે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની સપાટો બોલાવતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.