Thursday, March 28, 2024
HomeGujaratલખધીરગઢ ગામે સહકારી- રાજકીય ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં સહકારી ક્ષેત્રમાં ભીષ્મપિતા વાઘજી બોડાની...

લખધીરગઢ ગામે સહકારી- રાજકીય ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં સહકારી ક્ષેત્રમાં ભીષ્મપિતા વાઘજી બોડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે ગુજરાતમાં રાજકીય વગ અને સહકારી ક્ષેત્રમાં ભીષ્મપિતા ગણાતા વાધજી બોડાની માદરે વતન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ તકે સહકારી ક્ષેત્રના અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના પાધરે આવેલુ નાનુ એવુ લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાના ભેખધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર ગૌ પ્રેમી સ્વ. વાઘજી બોડાની કાયમી યાદગીરી રહે તે માટે માદરે વતન લખધીરગઢ ગામમાં તેની પ્રતિમ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે રવિવારે લખધીરગઢ ગામ સમસ્ત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વાઘજીબોડાની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઇ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

સમસ્ત લખધીરગઢ ગામ સમસ્ત વેલીબા વાડી ખાતે આયોજિત કાર્યક્રમના અધ્યક્ષ ક્રુભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સહિતના હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો.બીજેન્દ્રસિંઘ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઘનશ્યામભાઈ અમીન, મગનભાઇ વડાવીયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, ડો. ડાહ્યાભાઇ પટેલ, અરવિંદભાઈ તાગડિયા, ગોરધનભાઈ ધામેલીયા, મગનભાઈ ઘોણીયા, પ્રવીણભાઈ રૈયાણી, દલસુખભાઈ વી. પટેલ, બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ. ના જગદીશ પનારા જયંતિભાઈ પટેલ ભુપત ગોધાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો, સભ્યો ટંકારા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે, મોરબી એપીએમસિ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક અને દિલ્હીમાં સહકારી ક્ષેત્રમાં તેઓએ ખેડૂતોના હિતમાં નેતૃત્વ પૂરું પડ્યું છે ત્યારે તેઓના ગામે તેઓનું ઋણ અદા કરવા માટે જે ગામમાં પ્રતિમા મૂકી છે તે કાર્ય માટે ગામના લોકો અને બોડા પરિવારને અભિનંદન આપ્યા હતા રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશભાઇ મેરજાએ વાઘજીભાઈ બોડાએ ખેડૂતો માટે કરેલી કામગીરીને યાદ કરી હતી અને વિરલ પ્રતિભાની અવિસ્મરણીય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તે માટે સહુ કોઈ આયોજકોની ભાવનાને બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!