હળવદ તાલુકાના રણમલપુર ગામના પી એચ સી માં બાળકોને કોરોના રસી મુકવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.કામગીરી દરમિયાન બે બાળકો વાલી સાથે કોવેક્સિન લેવા આવ્યા હતા પરંતુ રસી નો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી.જેથી બાળકોના પિતા અને કાકા ભરતભાઈ રણછોડભાઈ પારેજીયા અને વિપુલ રણછોડભાઈ પારેજીયા એ રસી ઉપલબ્ધ ન હોવાથી ઉશ્કેરાઈ જઈને રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને માર મારી સ્વેટર ફાડી નાખતા આરોગ્ય કર્મી દ્વારા ફરજમાં રુકાવટ મામલે હળવદ પોલીસ માં અરજી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મૂળ ગાંધીનગરના રહેવાસી અને હાલ ધાંગધ્રા રહેતા શૈલેષભાઈ પ્રફુલભાઈ ઝાલા નામના ફાર્માસિસ્ટ પાસે આજ ગામના બે બાળકો રસી મુકાવવા માટે આવ્યા હતા ત્યારે કોરોના ની કોવેકસીન હાજર ન હોવાથી ના પાડતા આજ ગામના બે શખ્સો ભરતભાઈ પારેજીયા અને વિપુલ ભાઈ પારેજીયા એ ફામમૉસિસ્ટ શૈલેશભાઈ ઝાલા ને માર મારી સ્વેટર ફાડી નાખતા તેમના વિરુદ્ધ ફરજમાં રુકાવટ ની હળવદ પોલીસ માં અરજી આરોગ્ય કર્મી શૈલેશભાઈ દ્વારા કરવામાં આવી છે. આ બનાવ થી મોરબી આરોગ્ય વિભાગ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.