મોરબી:માળિયા વનાળિયાની લાયન્સ નગર શાળામાં ૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ, વિશેષ કાર્યક્રમનું આયોજન કરી દેશના પ્રથમ મહિલા શિક્ષિકા માતાશ્રી સાવિત્રીબાઈ ફુલેના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના બંધારણના સ્થાપક ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટો અનાવરણ કરી વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન સ્વરૂપે બોલપેન તથા નાસ્તો કરાવી ઉજવણી કરવામાં આવી હતી.
માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલમાં ર્ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ તથા દેશના પહેલા મહિલા શિક્ષીકા માતાશ્રી સાવિત્રીબાઈ ફૂલેના જન્મ જ્યંતીમાં વિધાર્થીઓને બોલ-પેન અર્પણ તથા નાસ્તો કરાવી ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં આમન્ત્રિત મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સિમિત ચેરમેન અશોકભાઈ ચાવડા, અનુ.મોર્ચા પ્રમુખ બાબુભાઇ પરમાર, પ્રદેશ હોદેદાર વિઠ્ઠલભાઈ, ભાજપ અગ્રણી જ્યોતિસિંહ જાડેજા, રાજુભાઈ પરમાર, જેતપર મનુભાઈ સારેસા, દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પંડૂબીયા, પ્રવીણભાઈ સોલંકી, કાંતિભાઈ ચાવડા, અનિલભાઈ અબાલિયા, પ્રભાબેન મકવાણા તથા માળિયા વનાળિયા ગ્રામપંચાયતના હોદેદારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સંગઠન એકતા ગ્રુપના ૧૩ પરિવાર સિમિત દ્વારા ફુલહાર અને સાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ-૧૩ પરિવાર સિમિત, ગૌતમભાઈ સોલંકી તથા જગદીશભાઈ ચાવડા દ્વારા લાયન્સનગર સ્કૂલના આચાર્ય અને શિક્ષકમંડળને ફુલહાર કરી સન્માન સાથે ડો. બાબાસાહેબ આંબેડકરજીનો ફોટો અનાવરણ કરવામાં આવ્યો હતો.