Thursday, January 9, 2025
HomeGujaratશારીરિક અને માનસિક ત્રાસ આપી પરણિતાને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

શારીરિક અને માનસિક ત્રાસ આપી પરણિતાને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મૂળ મહુવા મુનીનગર સોસાયટીમાં આવેલ સ્વામીનારાયણ ચોકમાં રહેતી અને હાલમાં મોરબીના રવાપર રોડ પર શક્તિ સોસાયટીમાં માવતરના ઘરે રહેતી કોમલબેન વિવેકભાઈ કુબાવત (ઉ.૨૫) ને સાસરીયાપક્ષના આરોપી પતિ વિવેકભાઈ હરેશભાઈ કુબાવત, સસરા હરેશભાઈ રામકૃષ્ણ કુબાવત, સાસુ કુંદનબેન હરેશભાઈ કુબાવત અને દિયર જયદીપભાઈ હરેશભાઈ કુબાવતએ કોમલબેનને દીકરા વિદિત અધૂરા માસે જન્મેલ હોય જેથી શારીરિક ખામી હોવાના કારણે અવારનવાર બીમાર પડી જતો હોય તેમજ કરિયાવર તથા જીયાણાની વસ્તુ બાબતે તેમજ ધરના કામકાજ બાબતે અવારનવાર મેણાટોણા મારી પતિ વિવેકભાઈ કુબાવત તથા સસરા હરેશભાઈ કુબાવતએ ગાળો આપી ગાલ પર તમાચા મારી તથા આરોપી દિયર જયદીપભાઈ કુબાવતે છાતીના ભાગે લાત મારી ફરિયાદી કોમલબેનને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં કોમલબેન કુબાવતએ નોંધાવી છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!