મોરબીમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે ગત તા-૧૦/૦૯/૨૦૨૩ ના રાત્રીના સમયે શહેરના નાસ્તા ગલીમાંથી કોઈ અજાણ્યા ચોરે મોટર સાયકલ ચોરી કરી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદિર પાસે રહેતા હનીફભાઈ હુસેનભાઈ સોલંકીએ ગત તા-૧૦/૦૯/૨૦૨૩ ના રોજ પોતાનું GJ-36-K-3364 નંબરનું રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનું મોટરસાઈકલ મોરબીની નાસ્તા ગલીમાં પાર્ક કરેલ હોય જ્યાંથી કોઈ અજાણ્યા ચોરે હનીફભાઈ હુસેનભાઈ સોલંકીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.