મોરબીના દરબારગઢ નજીક આવેલ એસબીઆઈ બેંકની બાજુમાં ભાડે રહેતા યુવકે પોતાના ઘર પાસે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવાઈ છે.
બાઇક ચોરીની મળતી માહિતી મુજબ જુનાગઢ જીલ્લાના હાંડલા ગામના વતની ખેતાભાઈ વાલાભાઈ મહિડા ઉવ.૪૫ એ અજાણ્યા બાઇક ચોર ઈસમ વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી કે ખેતાભાઈના નામે હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૧૧-સીબી-૧૧૭૩ હોય તે બાઇક મોરબી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા ખેતાભાઈનો પુત્ર કુલદીપભાઈ ઉપયોગ કરે છે. કુલદીપભાઈ દરબારગઢ નજીક એસબીઆઈ બેંક બાજુમાં આવેલ મકાનમાં ભાડેથી રહે છે ત્યારે ગત તા. ૦૮/૦૭ ના રોજ કુલદીપભાઈએ પોતાના નિત્યક્રમ અનુસાર ફાઇનાન્સ કંપનીની નોકરીએથી પરત આવી ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ બાઇક ભાડેના મકાન પાસે પાર્ક કર્યું હતું જે બાઇક બીજા દિવસે સવારના તા. ૦૯/૦૭ ના રોજ પાર્ક કારેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોય, ત્યારે બાઇક ચોરી અંગે ખેતાભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.