માળીયા(મી) પોલીસ દ્વારા હત્યાની કોશિશના ગુનામાં રીમાન્ડ પર રહેલા આરોપીના ઘરમાં દરોડો પાડી દેશી બનાવટની પિસ્તોલ અને ૯ જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અલગથી હથિયારધારા હેઠળ વધુ એક ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે હત્યાની કોશિશના ગુનામાં પોલીસ રીમાન્ડ ઉપર રહેલા આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ ઉવ.૩૭ રહે. મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળાના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કિ.રૂ.૫ હજાર તથા જીવતા કારતૂસ નંગ-૯ કિ.રૂ.૯૦૦/-એમ કુલ રૂ.૫,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે હથિયાર અને કારતૂસ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ વધુ એક અલગથી ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.









