હરિકૃષ્ણ ધામ રણજીતગઢને આંગણે બિરાજતા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 23 થી 27 દરમીયાન આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનો આગામી તા. 23 ના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગ નિમિતે દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 અને 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન શ્રીમદ સત્સંગીજીવન, પંચાજ્ઞ કથા પરાયણ યોજાશે.આ ઉપરાંત દિવ્ય શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ચતુર્દીનાત્મક અખંડ જપયજ્ઞ, ધૂન, પોથીયાત્રા,હરિ પ્રાગટયોત્સવ, ગાદી પટ્ટાભિષેકોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર – કાલુપુર ( અમદાવાદ ) માં બિરાજમાન શ્રી નરનારાયણદેવને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ” પર્વ મહોત્સવ તા .૨૭ ફેબ્રુઆરી – ૫ માર્ચ સુધી ધામધૂમથી ઉજવાશે.