મોરબી કોર્ટમાં પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડીસ્ટ્રીક જજ સાહેબો તેમજ બાર એસોસિએશન પ્રમૂખ , ઉપપ્રમુખ સહિત તેમજ ફોરેસ્ટના અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું…
રાજ્ય અને દેશમાં આકરા તાપ પડી રહયા છે. જેનું સૌથી મોટું કારણ પર્યાવરણમાં આવેલો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ છે. ત્યારે પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબી કોર્ટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ન્યાયાધીશ દેવધ્રા સાહેબ કાનૂની સેવા, ઓથોરિટીના ન્યાયાધીશ પારેખ સાહેબ, એડિશનલ ડીસ્ટ્રિક ન્યાયાધીશ મહિડા સર, એડિશનલ ડીસ્ટ્રિક જજ કે.આર.પંડ્યા સર, બાર એસોસએશનના પ્રમુખ ડી.આર.ગેચાણીયા, ઉપપ્રમુખ ટી.બી. દોશી, સચિવ વી.વી.સેરાસીયા અને જુનિયર તથા સિનિયર એડવોકેટ્સ હાજર ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે વન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા…